About Us



સંસ્થાનો પરિચય


             ગ્લોબલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સને -૨૦૧૧ માઁ સોસાયટી એક્ટ અને  ટ્રસ્ટ એક્ટ હેઠળ કાયદેસર રીતે ચેરિટિ કમિશ્નરની કચેરી (રાજકોટ)માઁ નોઁધયેલ જેના રજીસ્ટર નઁબર ઇ/૯૧૫૮ અને તારીખ. ૧૨/૦૭/૨૦૧૧ છે. આ સઁસ્થા દ્વારા તેના ઉદેશ મુજબ સફળ કામગીરી કરીને સમાજને સામાજીક, શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન માટેની દિશામાઁ વિવિધ ક્ષેત્રમાઁ કામ કરવા માટે પ્રતિબદ્ધ  રહેવાનો પ્રયત્ન કરે છે.

                  સંસ્થાના કાર્યો અને તેની પ્રવ્રુતિઓ ચલાવી સમાજમા તદન નબળા વર્ગના સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે,આદિજાતિના ઉત્થાન માટે અને અનુસુચિત જાતિ તેમજ અન્ય વર્ગનો સામાજીક, શૈક્ષણિક    અને આર્થિક વિકાસ થાય તે દિશામા સંસ્થા અગ્રેસર રહી સામાજીક ક્રાંતિ લાવી તેના વિકાસની દિશામા કાર્ય કરવા કટિબદ્ધ છે. આ સંસ્થા દ્વારા અનુસુચિત જાતિના તેમજ અન્ય નબળા વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસ માટેના સાધનો તદન મફતમા સુવિધાઓ પ્રાપ્ત કરાવી ભારતના નવનિર્માણ ભાવિમા આવા પછાત વર્ગના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે સંસ્થા સતત જાગ્રુત રહી આવા વર્ગની ચિંતા કરી પછાત બળકોને શિક્ષણક્ષેત્રે ખુબ આગળ વધે તેવા પ્રયાસો હાથ ધરવામા આવેલ છે.

        સામાજીક ક્રાંતિ માટે અલગ અલગ સમાજશિક્ષણ શિબિરો તેમજ તાલિમ અને રોજગાર ક્ષેત્રે વિવિધ કેમ્પોનુ આયોજન કરી નવયુવાન યુવક-યુવતિઓને એક નવી દિશા આપવાનો ભગીરથ પ્રયાસ કરી રહ્યા છીએ.

        હાલની પરિસ્થિતિમા સમયની સાથે ચાલવા માટે આજના આ વર્ગ પોતાના ભાવિનુ અથવા તો પોતાના કુટુંબનુ કઁઇ પણ વિચાર્યા વગર એક આઁધળી દોટ મુકી છે. ત્યારે કુટુંબના અને પોતાના ભાવિનિર્માણ માટે સંસ્થાએ ચિંતન કરી લોકોને સેવાની સાથે રોજગારી મળી રહે તે માટેનુ આયોજન કરે છે. જેમા નબળા વર્ગ અને અન્ય વર્ગના યુવક-યુવતિઓને ફ્રીમા રોજગારી લક્ષી કોઇ પણ તાલિમ આપી તેને સ્વનિર્ભર અને તેને સ્વરોજગારી મળી રહે તે માટે પ્રેરિત કરી અને તેમને યોગ્ય માર્ગદર્શન આપી જરૂરિયાત પુર્ણ કરી તેમને તે સાહસ કરવા માટે સારી અને સાચી માહિતિ આપી તેને યોગ્ય રીતે બજારમા ટકી રહેવા માટે અને તેમને સારૂ વળતર મળી રહે અને તે અને તેમના કુટુંબીજનો સારા ભવિષ્યનુ નીર્માણ કરે તે હેતુથી આવા કાર્યક્રમો કરવામા આવે છે.

        સંસ્થા સામાજીક ક્રાંતિ,શૈક્ષણિક વિકાસ,આર્થિક વિકાસ,રોજગારી તાલીમ અને સંસ્થાના ઉદેશ્ય પ્રમાણેની તમામ પ્રવ્રુતિઓ હાથ ધરવા માંગે છે. તેમા આપ સૌનો સંસ્થાને સહકાર અને સહયોગ બન્ને મળી રહે તેવી અભ્યર્થના ઇચ્છુ છુ.

No comments:

Post a Comment