Activity


લાઇબ્રેરી સુવિધા:-

ü  સંસ્થા દ્વારા એક  small  અને  અદ્યતન લાઇબ્રેરીની સુવિધા આપવામા આવે છે.

ü  સંસ્થાની લાઇબ્રેરીમા બધા જ પ્રકારના ન્યુજ પેપરનો સમાવેશ કરવામા આવે છે.

ü  સંસ્થાની લાઇબ્રેરીમા રોજગારીને લગતુ તમામ સહિત્ય જેમા એમ્પ્લોયમેંટ ન્યુજ,રોજગાર દર્શન,કારકીર્દી માર્ગદર્શન વગેરેનો સમાવેશ થાય છે.

ü  સંસ્થાની લાઇબ્રેરીમા નાના બાળકોના ઉપયોગમા આવે તેવા પુસ્તકો તેમજ વ્રુદ્ધ માણસો સુધીના વ્યક્તિઓ વાંચી શકે તેવા સારા પુસ્તકો.

ü  સંસ્થાની લાઇબ્રેરીમા ઇંટરનેટની સુવિધાથી કોઇ પણ માહિતગાર વ્યક્તિ માહિતિ મેળવી શકે છે.

ü  સંસ્થામા સ્પર્ધાત્મક પરિક્ષા માટેના યોગ્ય પુસ્તકો તેમજ તેમની માહિતિ  પત્રિકાઓ રાખવામા આવે છે.

ü  સંસ્થામા કોઇ પણ પુસ્તક ન હોય અને કોઇ વ્યક્તિને તેના વિશે માહિતિ વાંચવી હોય તો સંસ્થા કોઇ અન્ય વ્યક્તિ પાસેથી તે પુસ્તક મેળવી અને તે વ્યક્તીને થોડા સમય માટે વાંચન માટે  આપે છે.

ü  લાઇબ્રેરીમા શાંત વાતાવરણ અને  Group Study  માટેની સુવિધા પુરી પાડવામા આવે છે.

ü  લાઇબ્રેરીમા વ્યક્તિ પોતે પોતાનુ પુસ્તક લાવી અન્ય વ્યક્તિને વાંચવા આપે અને તે બીજા પાસેથી પુસ્તક મેળવી વાંચન કરે જેમા બુકના ખર્ચ ઘટે અને પર્યાવરણનુ જતન થાય.

ü  સંસ્થાની લાઇબ્રેરીમાથી અઁદરના ગામડાઓના વિદ્યાર્થીઓ તેમજ વ્યક્તિઓ લાઇબ્રેરીના પુસ્તકો વાંચવા માટે લઇ જઇ તેમનુ વાંચન કરે છે.


સામાજીક પ્રશ્નો માટેના કાર્યક્રમો:-

ü  સંસ્થા દ્રારા ગામડાઓમા જઇ તેમના પશ્નો સાઁભળવાના અને તે પ્રશ્નોના ઉકેલ માટેના પ્રયત્ન કરવા.
ü  સ્ત્રીની ઘરેલુ હિંસાના અંગત પ્રશ્નો સંસ્થા દ્રારા સાઁભળી અને તેમને યોગ્ય કરવામાઁ મદદરૂપ થાય છે.
ü  સ્ત્રીઓની છેડતી, બળાત્કારના કિસ્સાઓ ન બને તે માટે સંસ્થા જાગ્રૂત છે. જેના ઉકેલ માટે સ્કૂલ, કોલેજ, રોડ-શો, તેમજ ગામડાઓ અને કોઇ ચોક્ક્સ સ્થળે વ્યકિતઓને ભેગા કરી તે ન બને તેના વિશે માહિતગાર કરવા અને આવા ક્રુર કાર્યો અટકાવવા માટેના વ્યકિત પોતે શુ કરી શકે તેની માહિતી આપવામા આવે છે.
ü  સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા માટેના પ્રયત્નો, તેમજ તે પોતે આર્થિક રીતે પગભર થવા માટે શુ કરી શકે ? તેમજ સમાજમા તેમને આર્થિક દરજ્જો મેળવવા માટેના પ્રયત્નો સંસ્થા તેમજ સમજસેવક દ્વ્રારા માહિતી આપવામા આવે છે.
ü  સમાજમા કુરીવાજો બઁધ કરાવવા સંસ્થા માહિતી આપે છે અને તેના પ્રયત્નો કરે છે.
ü  સમાજમા ઉચ-નીચના ભેદભાવ દુર કરવા માટે સંસ્થા અને સમાજના યોગ્ય વિચારસરણીવાળી વ્યકિતઓ સાથે મળી આ પ્રકારના ભેદભાવો દુર કરવાના પ્રયત્નો.
ü  સંસ્થાના વ્યકિતઓ અને સંસ્થા સાથે જોડાયેલા સમાજસેવકો સાથે મળી સારો સમાજ બને અને એક કુટુંબ થાય તેવા પ્રયત્નો હાથ ધરેલ છે.
ü  સંસ્થા દ્વારા ધર્મના ભેદભાવો દુર કરવા, જાતિમા ઉચ-નીચતા દુર કરવી તથા આપણે સૌ એક બની સમાજની સેવા અને એક જ સમાજનુ નિર્માણ કરવાનો પ્રયત્ન.


વિદ્યાર્થીઓને મુંજવતા પ્રશ્નો:-

ü  વિદ્યાર્થીને શિક્ષણ જગતમા કોઇ પણ પ્રશ્નો મુંજવતા હોય તો તેનુ સચોટ નિરાકરણ કાઢી આપવવામા આવે છે.
ü  જેમા વિદ્યાર્થીને અભ્યાસ પ્રત્યેનો પ્રશ્નો હોય, સમજણ શક્તિ ઓછી હોય, યાદશક્તિ ઓછી હોય,શિક્ષકની વિદ્યાર્થી પ્રત્યેની લાગણી હોય કે પછી ખરાબ અક્ષરો થતા હોય તેવા પ્રશ્નોનુ નિરાકરણ આ સંસ્થા દ્વારા આપવામા આવે છે.

ü  વિદ્યાર્થીની ફાઇનલ એક્જામ માટે ની જરૂરી પુર્વ તૈયારી માટેનુ સમય પત્રક બનાવી આપવામા આવે છે. જેમા વિદ્યાર્થીને પરીક્ષા પહેલાનુ વાંચન અને પરીક્ષાના નજીકના દિવસોમા કેવી રીતે તૈયારી કરવી તેના પર પુરતુ ધ્યાન આપવામા આવે છે.

ü  નબળા બાળકને પરીક્ષાલક્ષી તૈયારી અને તેમના week point વિશે વિસ્તારથી ચર્ચા કરી અને તેનુ ચોક્કસ નિવારણ લાવવામા આવે છે.

ü  વાલીઓને તેમના બાળકો વિશે જાગ્રુત કરી વાલીગણ અભ્યાસમા Home Work તથા  અન્ય એક્ટિવિટી ઉપર ધ્યાન આપાવવુ તથા તેમના બાળકના Future વિશે મહિતિ આપવી.

ü  વિદ્યાર્થીઓના Hand writing બાબતે વિદ્યાર્થીઓને યોગ્ય સમયસર અભ્યાસને લગતી પ્રવ્રુતિ પુર્ણ કરવી તેમજ તે સમયે કોઇ કાર્ય કરવુ નહી. તેમજ  Hand writing ના નિયમોનુ પાલન કરવુ તથા સંસ્થા દ્વારા Hand writing Sunday Special Program મા જે તે વિદ્યાર્થીઓને બોલાવી તે વિશેની માહિતિ આપે છે.

કારકિર્દી માર્ગદર્શક સેમિનાર:-

ü   આ સંસ્થા દ્વારા મફતમા કારકીર્દી માર્ગદર્શક સેમિનારનુ આયોજન કરવામા આવે છે.
ü  ધો.10 અને 12 પછી શુ? તેના સેમિનાર દર વર્ષે કરવામા આવે છે.
ü  આ કારકીર્દી સેમિનારમા કારકીર્દી એક્સપર્ટને બોલવવામા આવે છે.
ü  આ કારકીર્દી સેમિનારમા અન્ય કંપનીઓને અને સંસ્થાઓને આમંત્રણ આપવામા આવે છે.
ü  હાલની જરૂરિયાત અને ભવિષ્યમા તેમને આગળની કઇ લાઇન લેવી જોઇએ તેની ચોક્કસ માહિતિ.
ü  કોઇ વ્યક્તિઓ કે વિદ્યાર્થિઓની  Personal માહિતિ મેળવી તેમના ફ્યુચર માટેની સાચી માહિતિ આપવાની તેમને કઇ લાઇનમા આગળ ફાયદો છે તેમજ તેમને યોગ્ય ધઁધામા તેમનુ ફ્યુચર કયુ છે તેમની પણ માહિતિ આપવામા આવે છે.

ü  આવા સેમિનાર દર માસે તેમજ કોઇ સ્કુલ કે કોલેજ આવા સેમિનાર યોજવા માંગતા હોય તો અમારી ટીમ આવા ભવિષ્ય નિર્માણના સેમિનાર ચોક્કસ કરવા તરત જ  માહિતિ આપે છે.

ü  તેમજ ફ્રિમા કરકીર્દી માર્ગદર્શન માટેનો Help Line No. નંબર પણ સંસ્થા દ્વારા આપવામા આવે છે. જે કોઇ પણ સમયે તેમને મુંજવતા પ્રશ્નોના સોલ્યુશન મેળવી શકે છે. જે  help line no.- 97235 21221  અને 9327555352 છે.


પર્યાવરણની જાળવણીના કાર્યો:-

ü  વ્રુક્ષોનુ જતન કરવુ. (SAVE TREES –SAVE  ENVIRONMENT)
ü  વ્યક્તિના જન્મદિવસ ઉપર કેક,કેન્ડલ્સ,બલુન્સ અન્ય પ્રવ્રુતિ દુર કરી એક પ્રાક્રુતિક જગ્યામા તેના દ્વારા એક વ્રુક્ષનુ વાવેતર કરી પર્યાવરણ બચાવવાનો નાનો પ્રયત્ન કરેલ છે.

ü  વ્રુક્ષોનુ છેદન અટકાવવુ અને પોતે આજીવન વ્રુક્ષનુ છેદન નહિ કરે તેવો સંકલ્પ લેવાડવો.

ü  પાણીનો બચાવ કરાવવો.  (SAVE WATER – SAVE LIFE)
ü  પાણીનો બગાડ થતો અટકાવવો. જરૂર મુજબ જ પાણીનો વપરાશ કરવો. પાણીનો યોગ્ય સંગ્રહ કરવવો તથા SAVE WATER વિશેની માહિતિ આપવી.

ü  પર્યાવરણ વિશે હુ શુ કરી શકુ? તે માટેના મારા પ્રયત્નો મને અને આ જીવસ્રુષ્ટિને ઉપયોગી થાય તેવા પ્રયત્નો બધાને કરવા માટે સંસ્થા બધાને પ્રેરિત કરે છે.




No comments:

Post a Comment